Google લઇને આવ્યું આ ખાસ ફિચર, હવે મોબાઈલ સ્વીચ ઓફ હશે તો પણ લાઈવ લોકેશન ટ્રેક કરી શકાશે

Google લઇને આવ્યું આ ખાસ ફિચર, હવે મોબાઈલ સ્વીચ ઓફ હશે તો પણ લાઈવ લોકેશન ટ્રેક કરી શકાશે

 ગૂગલે લાંબા સમય બાદ આખરે  Find My Device Network લોન્ચ કર્યું છે. જો કે,  ગૂગલે ગયા વર્ષે જ Find My Device Network ની જાહેરાત કરી હતી અને ત્યારથી જ સતત તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે.  
      ગયા અઠવાડિયે આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, Find My Device Network ટુંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે. 'ફાઇન્ડ માય ડિવાઈસ નેટવર્ક' 
એપલની ફાઈન્ડ માય એપની જેમ કામ કરશે અને તેના દ્વારા મોબાઇલ સિવાય અન્ય સ્માર્ટ ગેજેટ્સને પણ ટ્રેક કરી શકાશે.

Good News
      ગૂગલે Find My Device Network ની માહિતી તેના બ્લોગ દ્વારા આપી છે. ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ નેટવર્કની શરુઆત અમેરિકા અને કેનેડાથી થઈ છે અને તેનું અપડેટ અન્ય દેશોમાં પણ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આ સાથે Googleએ તેના બ્લોગમાં કહ્યું છે કે,   Find My Device Network ની મદદથી તમે તમારા એન્ડ્રોઈડ ડિવાઈસને સરળતાથી અને સુરક્ષિત રીતે શોધી શકશો.  

No comments:

Post a Comment